Get News Alerts

Never miss breaking news updates.

વડોદરામાં કાર રીવર્સ લેતી વખતે વૃદ્ધને અડફેટે લેતા ઈજા થઈ

વડોદરામાં કાર ચાલક પોતાની કાર રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ઉભેલા વૃદ્ધને અડફેટે લેતા સીધી કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જેના કારણે વૃદ્ધને ઈજા પહોંચતા તેને તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને કાર ચાલક સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 30 Mar 2026 03:15 PM IST
વડોદરામાં કાર રીવર્સ લેતી વખતે વૃદ્ધને અડફેટે લેતા ઈજા થઈવડોદરામાં કાર રીવર્સ લેતી વખતે વૃદ્ધને અડફેટે લેતા ઈજા થઈ

વડોદરા: દિવાળીપુરા વિસ્તારમાં કાર ચાલકે પોતાની કાર રીવર્સમાં લેતી સમયે એક વૃદ્ધને અડફેટે લીધા, જેના કારણે વૃદ્ધને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં કાર સીધી ડિવાઈડર પર ચઢી ગઈ. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જ્યારે અકસ્માત બન્યો, ત્યારે આસપાસના લોકો તરત જ ઘટના સ્થળ પર દોડી ગયા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. પોલીસને જાણ મળતા જ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી, કાર ચાલક સામે ગુનો નોંધ્યો અને આગળની તપાસ શરૂ કરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાહન ચાલક દારૂના નશામાં હોવાનું અંદાજ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના બયાનના આધારે તપાસ આગળ વધારી રહી છે.

આ ઘટના વડોદરામાં રસ્તા સલામતી અંગે ફરી એકવાર ચેતવણીરૂપ સાબિત થઈ છે, ખાસ કરીને જ્યારે વાહન ચાલક દારૂુ પીધેલો હતો કે નહી તે આગળની તપાસ બાદ ખબર પડશે. પરંતુ હાલ પોલીસ દ્વારા અકસ્માતની ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.