Get News Alerts

Never miss breaking news updates.

સાવરકુંડલા પંથકમાં ભૂકંપના આંચકા: 4 કલાકમાં 7 વખત ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ

સાવરકુંડલામાં આજે સવારે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જેના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આજે સવારે ફક્ત 4 કલાકમાં 7 આંચકા આવ્યા હતા. આ ભૂંકપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયુ હતુ. ભૂકંપના કારણે કોઈપણ મોટી જાનહાની થઈ હતી નહી.
Admin
AdminUpdated on: 08 Apr 2026 02:16 PM IST
સાવરકુંડલા પંથકમાં ભૂકંપના આંચકા: 4 કલાકમાં 7 વખત ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટસાવરકુંડલા પંથકમાં ભૂકંપના આંચકા: 4 કલાકમાં 7 વખત ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ

અમરેલી: આજે સવારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ભૂકંપના સતત આંચકા 1.5 અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને મિતિયાળા પંથકમાં માત્ર 4 કલાકના ગાળામાં 7 જેટલા આંચકા આવતા સ્થાનિકો ફાળ પડી હતી અને લોકો તાત્કાલિક ઘરોની બહાર દોડી આવ્યા હતા.

કેન્દ્રબિંદુ: ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું હતું.  અસરગ્રસ્ત વિસ્તારો: સાવરકુંડલા શહેર ઉપરાંત મિતિયાળા, ભાડ, નાનંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા જેવા ગામોમાં પણ આંચકા અનુભવાયા હતા.

સમયગાળો: આજે વહેલી સવારથી શરૂ કરીને અંદાજે 8 વાગ્યા સુધીમાં સતત 7 આંચકા નોંધાયા હતા.  વર્તમાન પરિસ્થિતિ: સદનસીબે, આ ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. જોકે, ટૂંકા ગાળામાં વારંવાર આવતા આંચકાઓને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ડર જોવા મળી રહ્યો છે અને લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર રહેવાનું પસંદ કરી રહ્યા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.