દ્વારકાના શિવરાજપુર બીચ પર મોટી દુર્ઘટના, 18 વર્ષીય યુવકનું ડૂબી જતાં મોત



દ્વારકાના શિવરાજપુર બીચ પર મોટી દુર્ઘટના, 18 વર્ષીય યુવકનું ડૂબી જતાં મોત



Dwarka News: દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર દરિયામાં ન્હાવા કરવા પડેલા મધ્યપ્રદેશના એક યુવકનું દરિયામાં ડૂબી જવાથી દુખદ મોત થયું છે. ત્યારે લગભગ 12 કલાકની શોધખોળ બાદ 18 વર્ષીય પ્રશાંત ગૌરનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશથી દ્વારકા આવેલા ચાર મિત્રો શિવરાજપુર બીચ પર ફરવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ દરિયામાં ન્હાવા પડ્યા હતા. ત્યારે અચાનક પાણીનો તેજ પ્રવાહ અને કરંટ આવતા ચારેય યુવકો દરિયાના વહેણમાં ખેંચાઈ ગયા હતા.
સ્થળ પર હાજર અન્ય પ્રવાસીઓએ તાત્કાલિક માનવ સાંકળ બનાવીને સમયસૂચકતા દાખવી ત્રણ યુવકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. જો કે, 18 વર્ષીય પ્રશાંત ગૌર લાપતા થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ દ્વારકા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. સતત શોધખોળ બાદ લગભગ 12 કલાક પછી પ્રશાંતનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી છે.




