ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડ: મહુવામાં શિક્ષક જ વિદ્યાર્થી બની ઝડપાયો



AI Image
ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડ: મહુવામાં શિક્ષક જ વિદ્યાર્થી બની ઝડપાયો



AI Image
ભાવનગર ખાતે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપતા ડમી વિદ્યાર્થી કૌંભાડ બહાર આવતા ચકચાર મચી ગયા છે. મહુવામાં બોર્ડની ધોરણ 12ની રીપીટ પરીક્ષામાં એક શિક્ષક ખુદ વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી હોવાના ચોકાવનારી ઘટના બહાર આવી હતી. જ્યારે સમગ્ર સીસીટીવી ચેક કરતા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ ડમી વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, હાલમાં ધોરણ 12ની રીપીટ પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન મહુવાની એક શાળામાં ડમી વિદ્યાર્થી બેસાડવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ડમી વિદ્યાર્થી કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ એક શિક્ષક જ છે.
આ શિક્ષક વિદ્યાર્થી બનીને સીટ નંબર અને પરીક્ષાની રસીદ સાથે પરીક્ષા આપવા બેઠો હતો. જોકે, શિક્ષણ અધિકારીને શંકા જતાં સમગ્ર મામલો ચકાસવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ, સીટ નંબરની તપાસ કરતાં હકીકત બહાર આવી હતી.
આરોપી શિક્ષકનું નામ ધાર્મિક ઢાપા હોવાનું સામે આવ્યું છે. તે અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપવા બેઠો હતો. ઘટનાની જાણ થતાં શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષકે શિક્ષક અને સંડોવાયેલા અન્ય એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હાલ પોલીસે તપાસ હાથ ધરી છે કે આ માટે કોઈ નાણાકીય સોદો થયો હતો કે નહીં. સમગ્ર મામલો સામે આવતા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને શિક્ષણ વ્યવસ્થાની પારદર્શિતા અંગે સવાલો ઉઠી રહ્યા છે.




