Get News Alerts

Never miss breaking news updates.

પરમાણુ વિવાદ મામલે ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું - ઇરાન 100 ટકા યુરેનિયમ...

Washington: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, ઇરાન અંતે પરમાણુ સંવર્ધન સંપૂર્ણ રીતે બંધ કરશે અને પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ છોડવા માટે મજબૂર થશે. એક રેડિયો કાર્યક્રમમાં વાતચીત દરમિયાન ટ્રમ્પને પૂછ્યું કે, શું ઇરાનને પરમાણુ બોમ્બ બનાવવાથી રોકી શકાશે? તેના પર ટ્રમ્પે જવાબ આપતા કહ્યુ કે, 100 ટકા, તેઓ રોકી દેશે. ટ્રમ્પે કહ્યુ કે તેઓ સીધા ઇરાની અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ઇરાન પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ ખતરનાક તત્વો અમેરિકાને સોંપી દેશે.
Admin
AdminUpdated on: 13 May 2026 07:59 PM IST
પરમાણુ વિવાદ મામલે ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું - ઇરાન 100 ટકા યુરેનિયમ...પરમાણુ વિવાદ મામલે ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું - ઇરાન 100 ટકા યુરેનિયમ...

Washington: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, ઇરાન અંતે પરમાણુ સંવર્ધન સંપૂર્ણ રીતે બંધ કરશે અને પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ છોડવા માટે મજબૂર થશે. એક રેડિયો કાર્યક્રમમાં વાતચીત દરમિયાન ટ્રમ્પને પૂછ્યું કે, શું ઇરાનને પરમાણુ બોમ્બ બનાવવાથી રોકી શકાશે? તેના પર ટ્રમ્પે જવાબ આપતા કહ્યુ કે, 100 ટકા, તેઓ રોકી દેશે. ટ્રમ્પે કહ્યુ કે તેઓ સીધા ઇરાની અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ઇરાન પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ ખતરનાક તત્વો અમેરિકાને સોંપી દેશે.

તેમણે કહ્યુ કે, હું પોતે તેમની સાથે વાત કરું છું. તેઓ કહી રહ્યા છે કે અમને બધું મળી જશે. હું એને પરમાણુ ધૂળ કહું છું. અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ રીતે કહ્યુ કે, વોશિંગ્ટન કોઈપણ કરાર કરતા પહેલાં કોઈ ઉતાવળ નહીં કરે. તેમણે કહ્યુ કે, અમારે કોઈ ઉતાવળ નથી. અમારી પાસે નાકાબંધી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ટ્રમ્પે કહ્યુ હતુ કે, અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ ગંભીર સંકટમાં છે.

તેમના ઇરાનના પ્રસ્તાવને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણાવ્યો હતો. બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધ અને ક્ષેત્રીય તણાવને લઈને વાતચીત હાલ ચાલી રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, અમેરિકા ઇરાન પર આર્થિક અને સામાજિક દબાણ દ્વારા પરમાણુ કાર્યક્રમ સીમિત કરવા માટે મજબૂર કરી રહ્યું છે. ત્યાં ઇરાન તેની શરતો પર અડગ રહ્યું છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.