Get News Alerts

Never miss breaking news updates.

ધ્રોલ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી

શહેરમાં અનેક જર્જરિત ઇમારતો યમદૂત સમાન જોખમી સ્થિતિમાં ઉભી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 Jun 2026 10:50 AM IST
ધ્રોલ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવીધ્રોલ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી

 ધ્રોલ ધ્રોલ નગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે, જ્યારે તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

શહેરમાં અનેક જર્જરિત ઇમારતો યમદૂત સમાન જોખમી સ્થિતિમાં ઉભી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

ધ્રોલના મેમણ ચોક સ્થિત કાપડ બજારમાં ફાયર સેફ્ટીની સદંતર અછત જોવા મળી રહી છે, જેને લઈને વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ છે.

સ્થાનિક લોકોનો સવાલ છે કે જો કાપડ બજારમાં કોઈ મોટી આગની ઘટના બને અને જાનહાનિ થાય, તો તેની જવાબદારી કોની રહેશે?

આ મામલે વિપક્ષ દ્વારા નગરપાલિકાના સત્તાધીશો તેમજ જવાબદાર અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

સાથે જ ચીફ ઓફિસરની મીઠી નજર હેઠળ સમગ્ર કાપડ બજારને ‘રામ ભરોસે’ છોડી દેવાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.