અમદાવાદમાં રિક્ષાચાલકોની મિનિમમ ભાડું ₹20 સુધી વધારો કરવાની માંગ



ફાઈલ ફોટો
અમદાવાદમાં રિક્ષાચાલકોની મિનિમમ ભાડું ₹20 સુધી વધારો કરવાની માંગ



ફાઈલ ફોટો
અમદાવાદ :
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સીએનજીના ભાવમાં વઘારો નોંધાવામાં આવ્યો છે. જેને લઈને રિક્ષા ચાલકો પોતાના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું મિનિમન ભાડુ 20 રૂપિયા વધારવાની માંગ કરી રહ્યા છે. જો તેમની માંગ નહીં માનવામાં આવે તો આવનારા દિવસોમાં તેવો આંદોલન કરવાની ધમકી આપી છે.
ગુજરાતમાં સીએનજીના ભાવ વધવાને લીધે રિક્ષા ચાલકોને હાલત કફોડી હાલત જોવા મળી રહી છે. ગઈકાલે રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા શહેરના ટ્રાન્સપોર્ટ અધિકારી (Transport Officer) ને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને રિક્ષા ભાડામાં વધારો કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રિક્ષાચાલકોનો મુખ્ય રોષ સતત વધી રહેલા સીએનજી (CNG) ગેસના ભાવ અને વધતી જતી મોંઘવારી સામે છે.
રિક્ષાચાલક એકતા યુનિયન ની મુખ્ય માંગણી એ છે કે રિક્ષાનું લઘુત્તમ ભાડું હાલના દરથી વધારીને ₹20 કરવામાં આવે. રિક્ષાચાલકોનું કહેવું છે કે મોંઘવારીના આ યુગમાં ₹20 થી ઓછું મિનિમમ ભાડું હોવું એ તેમના વ્યવસાય પર મોટો ફટકો છે. આ બાબતે અગાઉ પણ કલેક્ટર કચેરી સહિત અનેક સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન રિક્ષાચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સરકાર તેમની વાજબી માંગણીઓ પર ધ્યાન નહીં આપે, તો તેઓ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, અમદાવાદથી શરૂ થયેલો આ વિરોધ સમગ્ર ગુજરાત માં ફેલાવવામાં આવશે અને તમામ રિક્ષાચાલકોને એકઠા કરીને સરકાર સામે મોરચો માંડવામાં આવશે. આર્થિક સંકડામણ અનુભવી રહેલા રિક્ષાચાલકો હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.




