દાહોદમાં આમ આદમી પાર્ટીની પદયાત્રા, ચૈતર વસાવાના સમર્થનમાં કાર્યકરોનો વિરોધ



દાહોદમાં આમ આદમી પાર્ટીની પદયાત્રા, ચૈતર વસાવાના સમર્થનમાં કાર્યકરોનો વિરોધ



Dahod News: દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર થયા બાદ પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જિલ્લાભરના AAPના કાર્યકરો દાહોદમાં એકત્રિત થયા હતા અને શહેરના વિવિધ માર્ગો પર પદયાત્રા યોજી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
પદયાત્રા દરમિયાન AAPના આગેવાનો અને કાર્યકરોએ ચૈતર વસાવાને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ગણાવ્યા હતા. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને ચૈતર વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે. જો કે, આ આરોપો અંગે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
AAPના કાર્યકરોએ વધુમાં જણાવ્યું હતું કે, ચૈતર વસાવાની મુક્તિની માગ સાથે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી તૈયારી ચાલી રહી છે.




