Get News Alerts

Never miss breaking news updates.

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાની તબાહી: 70ના મોત, બરેલીમાં યુવક ટીનશેડ સાથે હવામાં ફંગોળાયો

ઉત્તર પ્રદેશમાં આવેલા ભીષણ વાવાઝોડા અને વરસાદે ભારે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળી પડવી, તોફાન અને વરસાદના કારણે મોટું જાનહાનિ થયું છે, જ્યારે બરેલીથી વાવાઝોડાની તીવ્રતા દર્શાવતો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 May 2026 11:06 AM IST
ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાની તબાહી: 70ના મોત, બરેલીમાં યુવક ટીનશેડ સાથે હવામાં ફંગોળાયોઉત્તર પ્રદેશમાં વાવાઝોડાની તબાહી: 70ના મોત, બરેલીમાં યુવક ટીનશેડ સાથે હવામાં ફંગોળાયો

લખનઉ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં આવેલા ભીષણ વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓએ ભારે તબાહી મચાવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 70 લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

પ્રયાગરાજ, ભદોહી, ફતેહપુર અને સોનભદ્ર સહિત અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે. વૃક્ષો, વીજળીના થાંભલા અને દિવાલો ધરાશાયી થવાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

આ વચ્ચે બરેલીમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં વાવાઝોડાની તીવ્રતા દરમિયાન એક યુવક ટીનશેડ સાથે હવામાં ફંગોળાતો જોવા મળે છે. આ ઘટનામાં યુવક નન્હે ઘાયલ થયો છે. ઘટના ભામોરા પોલીસ સ્ટેશન વિસ્તારના બામિયાના ગામની હોવાનું જાણવા મળે છે અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરિસ્થિતિની ગંભીર નોંધ લઈને અધિકારીઓને 24 કલાકની અંદર રાહત અને વળતર પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટોને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.