Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં સાઇબર સેલની મોટી કાર્યવાહી, નકલી એર ટિકિટ કૌભાંડનો પર્દાફાશ; બેંગલુરુથી આરોપી ઝડપાયો

સુરત સાઈબર ક્રાઈમ સેલે નકલી એર ટિકિટ કૌૈંભાડનો પર્દાફાશ કર્યું છે. પોલીસ દ્વારા બેંગલુરુમાંથી એક આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે ટ્રાવેલ એજન્ટો અને મુસાફરોને સસ્તાભાવમા એર ટિકિટ આપવાના બહાને ઠગતો હતો. તે સામે આવ્યુ છે. તે આરોપીનું નામ હુમાયૂન કબીર હોવાનું સામે આવ્યુ છે. તે વ્યવસાયે આયુર્વેદિક ડોક્ટર છે. તે લોકો પાસેથી ઓછી કિંમતમાં ફલાઈટની ટિકિટ બુક કરી આપતો હતો. તેવામાં તેને સુરતના એક નાગરિક જોડે તેને 7 લાખ કરતા વધારેની ઠગાઈ કરી હતી. સાઈબરમાં ફરિયાદ નોંધાવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Apr 2026 12:40 PM IST
સુરતમાં સાઇબર સેલની મોટી કાર્યવાહી, નકલી એર ટિકિટ કૌભાંડનો પર્દાફાશ; બેંગલુરુથી આરોપી ઝડપાયોસુરતમાં સાઇબર સેલની મોટી કાર્યવાહી, નકલી એર ટિકિટ કૌભાંડનો પર્દાફાશ; બેંગલુરુથી આરોપી ઝડપાયો

સુરત: શહેરના સાઇબર ક્રાઇમ સેલે નકલી એર ટિકિટ કૌભાંડનો પર્દાફાશ કરીને એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા બેંગલુરુમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે ટ્રાવેલ એજન્ટો અને મુસાફરોને સસ્તા ભાવે એર ટિકિટ આપવાના બહાને ઠગતો હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલ આરોપીનું નામ હુમાયૂન કબીર હોવાનું જાણવા મળ્યું છે. તે મૂળ વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર હોવાનું જણાવાયું છે. આરોપી ઓછી કિંમતમાં ફ્લાઇટ ટિકિટ આપવાની લાલચ આપી લોકોને ફસાવતો હતો. ચુકવણી મળ્યા બાદ તે એડિટિંગ ટૂલ્સની મદદથી બનાવટી ઈ-ટિકિટ તૈયાર કરતો અને તેમાં નકલી PNR તથા મુસાફર વિગતો દાખલ કરતો હતો. ઘણી વખત મુસાફરો એરપોર્ટ પહોંચ્યા બાદ જ છેતરપિંડીનો ભોગ બન્યાનું સામે આવતું હતું.


સુરતના ફરિયાદી સાથે ₹7.67 લાખની ઠગાઈ
એક કેસમાં સુરતના એક ફરિયાદીએ 15 મુસાફરો માટે કુલ 45 એર ટિકિટ બુક કરાવવા આરોપીનો સંપર્ક કર્યો હતો. સસ્તા દરના લોભમાં આવી ફરિયાદીએ અલગ અલગ બેંક ખાતામાં કુલ ₹8.17 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
રકમ મળ્યા બાદ આરોપીએ તમામ બુકિંગની નકલી ટિકિટ મોકલી આપી હતી. બાદમાં ઠગાઈ ખુલતાં આરોપીએ માત્ર ₹50,000 પરત કર્યા હતા, જ્યારે બાકી ₹7.67 લાખ પરત આપ્યા નહોતા. ત્યારબાદ ફરિયાદીએ 1930 સાયબર હેલ્પલાઇન મારફતે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે તપાસ શરૂ થઈ હતી.


બેંગલુરુથી આરોપીની ધરપકડ
ટેક્નિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસના આધારે સાઇબર સેલે આરોપીને બેંગલુરુના હુલીમાવુ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પોલીસ મુજબ આરોપી મૂળ આસામનો રહેવાસી છે અને તેનું પૂરું નામ હુમાયૂન કબીર અબ્દુલ રઝાક (ઉંમર 29 વર્ષ) છે.
તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ ‘FLYUTRAVELS PVT LTD’ નામની કંપની 2024માં બનાવી હતી, જેનો ઉપયોગ તે આ ગેરકાયદે રેકેટ ચલાવવા માટે કરતો હતો.


દેશભરમાં ₹22 કરોડથી વધુની ઠગાઈ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગનો વ્યાપક નેટવર્ક દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલો છે. આરોપી સાથે જોડાયેલા 29 બેંક ખાતાઓની ઓળખ કરવામાં આવી છે.
નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના ડેટા મુજબ અત્યાર સુધી આ ગેંગ વિરુદ્ધ 23થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ખાતાઓ મારફતે અંદાજે ₹22.24 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે.
સુરત કેસમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓ અન્ય આઠ જેટલા કેસોમાં પણ જોડાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે, જેમાં કુલ ₹7 કરોડથી વધુની લેવડદેવડ થઈ હોવાનું જણાયું છે.


કૌભાંડનો મોડસ ઓપરેન્ડી
આરોપી સોશિયલ મીડિયા અને સીધી સંપર્ક પદ્ધતિ દ્વારા ટ્રાવેલ એજન્ટોને ટાર્ગેટ કરતો હતો. તે bulk booking અને special quotaના નામે ડિસ્કાઉન્ટ ટિકિટ આપવાની લાલચ આપતો હતો.
પૈસા મળ્યા બાદ તે ગ્રાફિક એડિટિંગ સોફ્ટવેરની મદદથી નકલી ટિકિટ તૈયાર કરી PDF સ્વરૂપે મોકલતો હતો. મોટાભાગના કેસમાં મુસાફરોને એરપોર્ટ અથવા ચેક-ઇન સમયે જ ઠગાઈની જાણ થતી હતી.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.