‘ક્રાઈમ ઓફ પેશન’નો ખુલાસો, 1992ની ગુમ યુવતી હત્યા કેસ બન્યો



AI Image
‘ક્રાઈમ ઓફ પેશન’નો ખુલાસો, 1992ની ગુમ યુવતી હત્યા કેસ બન્યો



AI Image
અમદાવાદ અમદાવાદના વટવાના કુતુબનગર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. વર્ષ 1992માં રહસ્યમય રીતે ગુમ થયેલી ફરઝાના ઉર્ફે શબ્નમ નામની યુવતીના કેસમાં હવે હત્યાની આશંકા વધુ મજબૂત બની રહી છે.

પ્રાથમિક તપાસ મુજબ, આ સમગ્ર મામલો પ્રેમ સંબંધ અને અંગત વિવાદ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરઝાનાનો શમશુદ્દીન નામના વ્યક્તિ સાથે લગ્નેતર સંબંધ હતો. સંબંધોમાં તણાવ વધતા શમશુદ્દીને ફરઝાનાની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. ગુનાનો પર્દાફાશ ન થાય તે માટે લાશને પોતાના જ ઘરના કૂવામાં દાટી દેવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે.
આ કેસમાં તપાસ માટે મોટો પડકાર એ છે કે મુખ્ય આરોપી શમશુદ્દીનનું પણ હવે અવસાન થઈ ચૂક્યું છે. તેમ છતાં, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેવા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમણે આ ગુનાને છુપાવવામાં મદદ કરી હોય અથવા ઘટનાના સાક્ષી રહ્યા હોય.
ચોંકાવનારી વાત એ છે કે વર્ષો સુધી દટાયેલું આ રહસ્ય તાજેતરમાં બહાર આવ્યું. શમશુદ્દીનના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેમને ફરઝાનાના ભાસ થતા હતા, જેના કારણે તેઓ માનસિક તણાવમાં જીવી રહ્યા હતા. આ ભયને કારણે પરિવારજનોએ તાંત્રિક વિધિઓનો સહારો લીધો હતો અને આખરે આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો.
હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ જૂના કેસના નવા ખુલાસાઓને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.




