Get News Alerts

Never miss breaking news updates.

ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા: મર્સિડીઝ કાર ચોરીનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ટીમે નારોલ વિસ્તારમાં ચોરીની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે મુંબઈના એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેના કારણે વાહન ચોરીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 May 2026 01:24 PM IST
ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા: મર્સિડીઝ કાર ચોરીનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાયોક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા: મર્સિડીઝ કાર ચોરીનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ટીમે નારોલ શાસ્ત્રીબ્રિજ પાસે ચોરીની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે મુંબઈના એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી વાહન ચોરીનો ગંભીર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે.

ક્રાઇમ બ્રાન્ચે મળેલી માહિતીના આધારે વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જેના પગલે આરોપીને કાશી વિશ્વનાથ મંદિર ત્રણ રસ્તા તરફ જતા માર્ગ પરથી ફિલ્મી ઢબે અટકાવવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ મોહમદ આરીફ હબીબભાઇ સરવૈયા (ઉંમર 52), રહેવાસી માહીમ વેસ્ટ, મુંબઈ અને મૂળ બગસરા, અમરેલી તરીકે થઈ છે.

પોલીસે આરોપી પાસેથી મર્સિડીઝ બેન્ઝ કંપનીની કાર (રજીસ્ટ્રેશન નંબર PY-01-CJ-8314) કબજે કરી છે, જેની અંદાજિત કિંમત લગભગ 9 લાખ રૂપિયા છે. આ કાર અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 303(2) હેઠળ અગાઉથી ગુનો નોંધાયેલો હતો.

ક્રાઇમ બ્રાન્ચે આરોપી અને રિકવર કરાયેલા મુદ્દામાલને વધુ તપાસ માટે વસ્ત્રાપુર પોલીસને સોંપ્યો છે. હવે આ ચોરીની લક્ઝુરિયસ કાર ક્યાંથી અને કોની મદદથી ચોરાઈ હતી તેમજ શું કોઈ મોટું ગેંગ નેટવર્ક જોડાયેલું છે કે નહીં તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.