Get News Alerts

Never miss breaking news updates.

વડોદરામાં કાલે મતગણતરી: પોલિટેકનિક કોલેજમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રક્રિયા શરૂ થશે

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી માટે તંત્ર સજ્જ બન્યું છે. પોલિટેકનિક કોલેજ ખાતે યોજાનારી મતગણતરીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા અને સુવ્યવસ્થિત આયોજન ગોઠવવામાં આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 27 Apr 2026 03:50 PM IST
વડોદરામાં કાલે મતગણતરી: પોલિટેકનિક કોલેજમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રક્રિયા શરૂ થશેવડોદરામાં કાલે મતગણતરી: પોલિટેકનિક કોલેજમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રક્રિયા શરૂ થશે

વડોદરા વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરાશે. મતગણતરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત પહેરો રાખવામાં આવ્યો છે જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયેલા EVM મશીનો પર સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા 24 કલાક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ પ્રકારની ગડબડ ન થાય. આ ચૂંટણીમાં શહેરમાં કુલ 53.34 ટકા મતદાન નોંધાયું હતું અને હવે 74 બેઠકો માટે 258 ઉમેદવારોનું ભાવિ EVM મશીનોમાં સીલ છે.
મતગણતરી કેન્દ્ર પર મતગણતરી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કયા વોર્ડની મતગણતરી કયા રૂમમાં થશે તેની વિગતવાર માહિતી દર્શાવતી યાદી પણ સ્થળ પર મુકવામાં આવી છે, જેથી ઉમેદવારો અને તેમના એજન્ટોને સરળતા રહે.
તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિયમિત રીતે થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.