Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં અનોખી સ્ટાઈલમાં કોંગ્રેસે નોંધાવી ઉમેદવારી

રાજકોટમાં વોર્ડ નંબર 8માં કોંગ્રેસે અનોખી સ્ટાઈલમાં પોતાની ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા. ઢોલ નગારા, ઘોડે સવાર થઈને પોતાના ફોર્મ ભર્યા હતા. વોર્ડ નંબર 8માં કોંગ્રેસ તરફથી રણજીત મુંધવા, મહેલ મકવાણા અને પુષ્પાબેન ઉમદેવારી નોંધાવી છે. તેને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે હમેશા લોકોની પ્રશ્નોને લઈ લડતા રહ્યા છે.
Admin
AdminUpdated on: 10 Apr 2026 01:52 PM IST
રાજકોટમાં અનોખી સ્ટાઈલમાં કોંગ્રેસે નોંધાવી ઉમેદવારીરાજકોટમાં અનોખી સ્ટાઈલમાં કોંગ્રેસે નોંધાવી ઉમેદવારી

રાજકોટ રાજકોટમાં માં મહાનગર પાલિકા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવા પોતાના અગ્રણીઓ સાથે અનોખી અંદાજમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમણે ઢોલ-નગારા અને ઘોડેસવાર સાથે શક્તિ પ્રદર્શન કરતા ફોર્મ નોંધાવ્યું હતું.

વોર્ડ નંબર 8માં રણજીત મુંધવા સાથે મેહુલ મકવાણા અને પુષ્પાબેનએ પણ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરવા માટે તેઓ ઘોડે સવાર થઈને પહોંચ્યા હતા, જેના કારણે વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય બની છે અને પોતાના ઉમેદવારોને જીતાડવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. તે વચ્ચે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોનું આ અનોખું શક્તિ પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા મજબૂત અને લડાયક ચહેરા સાથે મેદાનમાં ઉતરે છે. “અમે લોકો વચ્ચે રહીને કામ કરનારા છીએ અને મહાનગર પાલિકાથી લઈને અનેક આંદોલનોમાં લોકોના પ્રશ્નો માટે લડ્યા છીએ,” એમ તેમણે ઉમેર્યું.

AUTHOR
Admin

Admin

Author details are not available.