Get News Alerts

Never miss breaking news updates.

અમરેલીમાં નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ રાજુલામાં દેવકા વિદ્યાપીઠ ખાતે નવ નિર્મિત અદ્યતન કેન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં કન્યા છાત્રાલયમાં ભોજનાલય આઘુનિક સુવિધાઓ સાથે છાત્રાઓને આરામદાયક જીવન અને અભ્યાસ સારી રીતે કરી શકે તેવી પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે.
Admin
AdminUpdated on: 01 Apr 2026 03:50 PM IST
અમરેલીમાં નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણઅમરેલીમાં નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

અમરેલી: મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે રાજુલા તાલુકાના દેવકા વિદ્યાપીઠ ખાતે નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય અને ભોજનાલયના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, ચાપરડા ગુરુકુળના સંચાલક શ્રી મુક્તાનંદ બાપુ, જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યકક્ષા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

મુખ્યમંત્રીએ પ્રસંગે પોતાના સંબોધનમાં શાળા દ્વારા અપાતા શિક્ષણને માત્ર જ્ઞાન સુધી મર્યાદિત ન રાખીને જીવનઘડતર, ચરિત્ર નિર્માણ, ગીતા પાઠ અને સંસ્કાર સિંચન જેવા રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડવાની પ્રશંસા કરી. તેમણે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને દેવકા વિદ્યાધામને આ અનોખી અને પ્રશંસનીય કામગીરી માટે અભિનંદન પાઠવ્યા.

નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયમાં આધુનિક સુવિધાઓ સાથે છાત્રાઓને આરામદાયક જીવન અને અભ્યાસ માટે પર્યાપ્ત વાતાવરણ મળવાની તક મળશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આવી પહેલો દ્વારા માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ દેશભક્તિ, નૈતિકતા અને સંસ્કાર જેવા મહત્વપૂર્ણ મૂલ્યો પણ યુવા પેઢી સુધી પહોંચશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો અને સંચાલકોને પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રશંસા કરી, અને તેમનું કાર્ય અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શક ગણાવ્યું.

AUTHOR
Admin

Admin

Author details are not available.