રાજુલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન, ટૂંકો કાફલો રાખી આપ્યો સંદેશ



રાજુલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન, ટૂંકો કાફલો રાખી આપ્યો સંદેશ



અમરેલી જિલ્લાના રાજુલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું છે. મુખ્યમંત્રીએ નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિર ખાતે પહોંચી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીનો કાફલો સામાન્ય કરતાં ટૂંકો રાખવામાં આવ્યો હતો. તેઓ માત્ર બે કારમાં સુરક્ષા સાથે સ્થળે પહોંચ્યા હતા. કોન્વોયમાં ઘટાડો કરીને મુખ્યમંત્રી સીધા લોકાર્પણ સ્થળે પહોંચ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરની સંસ્થાક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય હીરા સોલંકી અને મહેશ કસવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને સાયરામ દવેની વિશેષ ઉપસ્થિતિ પણ નોંધાઈ હતી, જેના કારણે કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ પણ જોવા મળ્યો હતો.




