Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલતાં કહ્યું કે, “આ દિવસ ઐતિહાસિક છે. સરદાર પટેલે રજવાડાઓનું વિલિનિકરણ કર્યુ, પરંતુ દેશમાં અનેક કાયદા ધર્મ અને સમાજ આધારિત રહ્યા. મુખ્ય લક્ષ્ય એક એક ભારત, શ્રેષ્ઠ ભારત ની કલ્પનાને આગળ વધારવું છે. સમાનતાના અમૃત સમાન UCC દ્વારા ગુજરાતમાં દરેક નાગરિક માટે સમાન કાયદા સુનિશ્ચિત થશે.”
Admin
AdminUpdated on: 24 Mar 2026 03:37 PM IST
ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યુંગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC બિલ રજૂ કર્યું

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના સત્રનો 22મો દિવસ ઐતિહાસિક બની ગયો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોર્ડ (UCC) બિલ રજૂ કરવામાં આવ્યું, જે રાજ્યના તમામ નાગરિકો માટે સમાન કાયદા સુનિશ્ચિત કરશે. આ વખતે ગૃહમાં ધારાસભ્યોએ પાટલી થપથપાવીને, જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયા પર આ એતિહાસિક દિવસ અંગે માહિતી આપી અને બધાને શુભેચ્છા પાઠવી. ઉત્તરાખંડ બાદ, ગુજરાત બીજુ રાજ્ય બન્યું છે જે વિધાનસભામાં UCC બિલ લાવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલતાં કહ્યું કે, “આ દિવસ ઐતિહાસિક છે. સરદાર પટેલે રજવાડાઓનું વિલિનિકરણ કર્યુ, પરંતુ દેશમાં અનેક કાયદા ધર્મ અને સમાજ આધારિત રહ્યા. મુખ્ય લક્ષ્ય એક એક ભારત, શ્રેષ્ઠ ભારત ની કલ્પનાને આગળ વધારવું છે. સમાનતાના અમૃત સમાન UCC દ્વારા ગુજરાતમાં દરેક નાગરિક માટે સમાન કાયદા સુનિશ્ચિત થશે.”

રાજ્યના તમામ નાગરિકો માટે સમાન કાયદા. ભેદભાવનું તાબૂ રદ, મહિલાઓ માટે એક સરખી ભાગીદારી. લગ્ન, છુટાછેડા અને વારસો માટે કાયદા, જે દરેક જાતિ અને ધર્મ માટે સમાન. સામાજિક સમરસતા વધારવી અને જાતિ આધારિત અન્યાય ટાળવો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “આ દિવસ ઈતિહાસમાં સોનેરી અક્ષર તરીકે નોંધાવવાનો છે. UCC કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ દરેક માટે સમાન છે. ખાસ કરીને માતા-બહેનો માટે કાયદાની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે.”

ગુજરાત સરકાર દ્વારા 2025ની ફેબ્રુઆરીમાં UCC માટે એક કમિટી ઘડી હતી, જેએ એક વર્ષમાં તમામ અભિપ્રાયો અને સૂચનો એકત્ર કર્યા. તાજેતરમાં આ કમિટી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અંતિમ રિપોર્ટ સોંપવામાં આવ્યો, અને ત્યારબાદ સરકાર દ્વારા બિલ રજૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી. આ પહેલ સાથે ગુજરાતને ન માત્ર સમગ્ર નાગરિકો માટે સમાન કાયદા મળવા જઈ રહ્યા છે, પરંતુ રાજ્ય સોશિયલ જસ્ટિસ અને સમાનતાના ક્ષેત્રમાં દેશને આદર્શ આપી રહ્યું છે. આ બિલ રાજ્યના નાગરિકોને કાયદાકીય સુરક્ષા પૂરી પાડશે અને મહિલાઓના અધિકારોને મજબૂત બનાવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.