Get News Alerts

Never miss breaking news updates.

છોટાઉદેપુરમાં આશાવર્કર બહેનોને ત્રણ મહિનાથી પગાર ન ચૂકવાતા વિરોધ પ્રદર્શન

Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાની આશાવર્કર અને ફેસિલેટર બહેનોના છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચાર સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 15 Jun 2026 08:48 PM IST
છોટાઉદેપુરમાં આશાવર્કર બહેનોને ત્રણ મહિનાથી પગાર ન ચૂકવાતા વિરોધ પ્રદર્શનછોટાઉદેપુરમાં આશાવર્કર બહેનોને ત્રણ મહિનાથી પગાર ન ચૂકવાતા વિરોધ પ્રદર્શન

Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાની આશાવર્કર અને ફેસિલેટર બહેનોના છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચાર સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેવા બજાવનારા આશાવર્કર તેમજ આશા ફેસિલેટર બહેનોના છેલ્લા ત્રણ મહિનાથી બાકી પડેલા રેગ્યુલર પગાર બાકી પડતો 50%નો વધારો તેમજ વિવિધ કરેલી કામગીરીનું ઇન્સેન્ટિવ ચૂકવવાનું બાકી હોવાથી મોટી સંખ્યામાં બહેનોએ જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે.

આશા વર્કર બહેનોએ જિલ્લા પંચાયત ખાતે હાય હાયના નારા સાથે સૂત્રોચ્ચાર કરી જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારીની ચેમ્બરની બહાર ધરણાં પર બેસી જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. આ સાથે જ આશાવર્કર બહેનોએ વહેલી તકે પગાર ચૂકવવામાં આવે તેવી માગ કરી હતી અને જો પગાર ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.