Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં વસતિ ગણતરી પાછી ઠેલાઇ

ગુજરાતમાં વસ્તી ગણતરી 5 એપ્રિલથી ચાલુ કરી થવાની હતી. તે હવે થોડા દિવસ પછી પાછી ઠેલવવામાં આવી છે. જેનુ મુખ્ય કારણ છે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. તેના કારણે તેના ઉપર અસરના પડે તેના માટે સરકારે આવા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. વસ્તી ગણતરીની નવી તારીખો થોડા જ દિવસોમાં જાહેર કરવામાં આવશે.
Admin
AdminUpdated on: 03 Apr 2026 02:52 PM IST
ગુજરાતમાં વસતિ ગણતરી પાછી ઠેલાઇગુજરાતમાં વસતિ ગણતરી પાછી ઠેલાઇ

AI Image

ગાંધીનગર: ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત 5 એપ્રિલથી થવાની હતી, પરંતુ રાજ્યમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે આ પ્રક્રિયા થોડા દિવસો માટે પાછી ઠેલવવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

સમગ્ર ભારત અને અન્ય રાજ્યોમાં વસ્તી ગણતરી 5 એપ્રિલથી ચાલુ રહેશે, પરંતુ ગુજરાતમાં ચૂંટણીલક્ષી કામગીરીને કારણે રાજ્યમાં આ પ્રક્રિયા મોડે શરૂ થશે. આરંભમાં 5 એપ્રિલથી ઓનલાઈન વસ્તી ગણતરી અને 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગ હાથ ધરવાની યોજના હતી, પરંતુ હવે ગુજરાતમાં સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જાહેર માહિતી અનુસાર જનગણના વિભાગે કાર્ય સમય લંબાવવાની વિનંતી સરકારે મંજૂર કરી છે, અને નવા સમયપત્રક અંગે ટૂંક સમયમાં જાણ કરી દેવામાં આવશે.

અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે વસ્તી ગણતરી પર અસર પડી શકે છે. તેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વસ્તી ગણતરીની નવી તારીખો ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. જેથી ચૂંટણીને લઈ કોઈપણ પ્રકારની અસરના થાય તેટલા માટે આવા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.