Get News Alerts

Never miss breaking news updates.

મંદિરથી પરત ફરતા મિત્રોની કાર દુર્ઘટના: 4નાં મોત, એક ગંભીર

કાલે રાત્રે વડોદરા નેશનલ હાઈવે ઉપર એક ગંભીર અકસ્માત બન્યો હતો. કાર ડ્રાઈવર કાર પર કાબૂ ગુમાવતા ડિવાઈડર કૂદાવીની ટ્રક સાથે અથડાતા અંદર બેઠેલામાંથી 4 લોકો ઘટના સ્થળ મોત અને એકને ગંભીર ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે આ વાતની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસ ગંભીર ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Apr 2026 12:09 PM IST
મંદિરથી પરત ફરતા મિત્રોની કાર દુર્ઘટના: 4નાં મોત, એક ગંભીરમંદિરથી પરત ફરતા મિત્રોની કાર દુર્ઘટના: 4નાં મોત, એક ગંભીર

વડોદરા વડોદરા નજીક નેશનલ હાઈવે નં-48 પર કાલે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અતિઝડપે દોડતી કારનો ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડ પર જઈ ટ્રક સાથે અથડાઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 5 મિત્રોમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

મૃતકો સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તેઓ ભાવનગર જિલ્લાના ભગુડા ગામ ખાતે આવેલા મોગલ ધામના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

અકસાન્ત બાદ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.