રાજકોટમાં બેફામ કારનો ક્હેર: કાલાવાડ રોડ પર 4 લોકોને અડફેટે લીધા, 2નાં મોત; ચાલક ફરાર



AI Image
રાજકોટમાં બેફામ કારનો ક્હેર: કાલાવાડ રોડ પર 4 લોકોને અડફેટે લીધા, 2નાં મોત; ચાલક ફરાર



AI Image
રાજકોટ: રાજકોટના કાલાવાડ રોડ પર આજે બેફામ કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. શેરડીના રસની દુકાન પાસે ઉભેલા ચાર લોકોને કારએ અડફેટે લીધા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય બેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કાલાવાડ રોડ પર આવેલી શેરડીના રસની દુકાન પાસે કેટલાક લોકો ઊભા રહી રસ પી રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે બસને ઓવરટેક કરવાની કોશિશ કરતા નિયંત્રણ ગુમાવ્યું અને દુકાન પાસે ઊભેલા લોકોને અડફેટે લીધા હતા.
અકસ્મતમાં ઈજાગ્રસ્તોને આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે સારવાર દરમિયાન બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
અકસ્મત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી કેમેરાના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ બનાવને પગલે વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




