અમદાવાદમાં ઘરફોડ-વાહન ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે બે આરોપીની ધરપકડ કરી



અમદાવાદમાં ઘરફોડ-વાહન ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે બે આરોપીની ધરપકડ કરી



અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાંચે કારાંજ, ખોખરા અને કાગડાપીઠ વિસ્તારમાં થયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી દીધો છે. પોલીસે બે આરોપીઓની ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી સૂચના પર ક્રાઇમ બ્રાંચે દાણીલીમડા, ખોડીયારનગર અને કાગડાપીઠ વિસ્તારમાં તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ છે: ૧) યુનુસ અલી શેખ (ઉમ્ર 21, દાણીલીમડા રહેવાસી) અને ૨) મોજમ અલી અંસારી (ઉમ્ર 19, દાણીલીમડા રહેવાસી).
અરોપીઓ પાસેથી કુલ રૂ. 1,40,000 રોકડા, ચાંદીની મૂર્તિ અને ચાંદીના સિક્કા રૂ. 7,800, 1 મોબાઈલ ફોન, 1 ઘડિયાળ અને 1 સુઝુકી એવેનીસ ટુ વ્હીલર સહિત કુલ રૂ. 1,79,800 મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે તમામ મુદ્દામાલ કારાંજ પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પર ઇસનપુર, દાણીલીમડા, કારાંજ અને પાલડી પોલીસ સ્ટેશનોની કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.




