અમદાવાદના સાયન્સ સિટી રોડ પર કારમાંથી મળ્યું વ્યક્તિનું મૃતદેહ



અમદાવાદના સાયન્સ સિટી રોડ પર કારમાંથી મળ્યું વ્યક્તિનું મૃતદેહ



અમદાવાદ : અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં એક કારમાંથી આઘેડનો મૃતદેહ મળતા ચકચારા મચી ગયા છે. હર્ષ પ્રજાપતિ નામના વ્યક્તિનું પોતાની કારમાં જ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ હાર્ટએટેક થવાનું અનુમાન લગાવામાં આવે છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં કાલે રાત્રે ચકચાર મચી પામી છે. સાયન્સ સીટી રોડ ઉપર 45 વર્ષિય હર્ષદભાઈ પ્રજાપતિનું મૃતદેહ પોતાની કારમાંથી મળી આવતા આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હર્ષદ પ્રજાપતિ કાલે રાત્રે પોતાના ઘરેથી નિકળ્યા હતા. ત્યારે શેલામાં રાત્રે 9 વાગ્યાની આસપાસ રોડની સાઈટ ઉપર એક કાર ઉભીલી કારમાં તેમનું મૃતદેહ મળ્યુ હતુ. આ વાતની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર લોકો દોડી આવ્યા હતા. જ્યારે 108ને જાણ કરવામાં આવી હતી. પ્રથમિક તપાસ બાદ તેમનું મૃત્યુ હાર્ટએટેકથી થયુ હોય તેવુ અનુમાન લગાવામાં આવે છે.
સાયન્સ સિટી રોડ ઉપર પાર્ક કરેલી ગાડીમાંથી હર્ષદભાઈ પ્રજાપતિની લાશ મળતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.જ્યારે પોલીસે મૃતદેહની તપાસ કરી ત્યારે કોઈપણ ઈજાના નિશાન હતા નહીં. તેવા ઉપરથી અનુમાન લગાવામાં આવ્યુ હતુ કે હર્ષદભાઈને મોત હાર્ટએટેકથી થયુ હોવાનું કહેવામાં આવે છે. તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




