રાજા રઘુવંશી હત્યાકાંડમાં મોટું અપડેટ: પત્ની સોનમને જામીન, કોર્ટની કડક શરતો



ફાઈલ ફોટો
રાજા રઘુવંશી હત્યાકાંડમાં મોટું અપડેટ: પત્ની સોનમને જામીન, કોર્ટની કડક શરતો



ફાઈલ ફોટો
દેશભરમાં ચકચાર મચાવનાર ઇન્દોર ના વેપારી રાજા રઘુવંશી હત્યાકાંડમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. શિલોંગ ની અદાલતે કેસની મુખ્ય આરોપી અને રાજાની પત્ની સોનમ રઘુવંશીને જામીન મંજૂર કર્યા છે. જોકે, અદાલતે જામીન સાથે કેટલીક કડક શરતો પણ લગાવી છે.
કોર્ટના આદેશ મુજબ સોનમ રઘુવંશી જામીન દરમિયાન શિલોંગની હદ બહાર જઈ શકશે નહીં. ઉપરાંત, તેને દરરોજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવવાની રહેશે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉ અન્ય ત્રણ આરોપીઓને પણ જામીન મળી ચૂક્યા છે.
આ હત્યાકાંડ ગયા વર્ષે મે મહિનામાં બન્યો હતો. લગ્ન બાદ રાજા રઘુવંશી અને સોનમ હનીમૂન માટે શિલોંગ ગયા હતા. 21 મેના રોજ તેઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ 26 મેના રોજ બંને અચાનક ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. વ્યાપક શોધખોળ બાદ 2 જૂનના રોજ સોહરાના પ્રખ્યાત વેઈ સાવડોંગ ઝરણું નજીકની ઊંડી ખીણમાંથી રાજાનો મૃતદેહ મળી આવતા ઘટનાએ દેશભરમાં સનસનાટી મચાવી દીધી હતી.
પોલીસ તપાસમાં ખુલ્યું કે સોનમ રઘુવંશીનો રાજ કુશવાહ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આરોપ છે કે સોનમ અને તેના પ્રેમીએ મળીને હનીમૂનના બહાને રાજાની હત્યાની સાજિશ રચી હતી. સોનમની હાજરીમાં જ અન્ય સાથીદારોએ રાજાની હત્યા કરી તેને ખીણમાં ફેંકી દીધો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 8 લોકોની ધરપકડ કરી છે.
ગયા વર્ષે 9 જૂને ગાઝીપુર માંથી સોનમની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં બંધ હતી. હાલ, મુખ્ય આરોપીને જામીન મળતા કેસ ફરી ચર્ચામાં આવ્યો છે, જ્યારે મૃતકના પરિવારજનો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.




