Get News Alerts

Never miss breaking news updates.

સાણંદ પોલીસની મોટી સફળતા: બિહારના નવા CMને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

બિહારના નવા સીએમને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી અમદાવાદથી ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્યની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહારમાં ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને સાણંદ-કડી રોડ પરથી દબોચી લેવામાં આવ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Apr 2026 11:36 AM IST
સાણંદ પોલીસની મોટી સફળતા: બિહારના નવા CMને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી અમદાવાદથી ઝડપાયોસાણંદ પોલીસની મોટી સફળતા: બિહારના નવા CMને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

અમદાવાદ: બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે અમદાવાદ ગ્રામ્યની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહારમાં ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને સાણંદ-કડી રોડ પરથી દબોચી લેવામાં આવ્યો છે.

મુગેરના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
બિહાર રાજ્યના મુગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. આરોપીએ બિહારના મુખ્યમંત્રીને ફોન કરીને ધમકી આપી હતી. આ કેસની ગંભીરતા જોતા અમદાવાદ રેન્જ આઈજી અને ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચનાથી સાણંદ પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી.

મોબાઈલ લોકેશનના આધારે પોલીસે જાળ બિછાવી
સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર જી.ટી. ગોહિલના નેતૃત્વમાં સર્વેલન્સ ટીમે આરોપીના મોબાઈલ નંબરનું ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટ્રેકિંગની મદદથી પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી સાણંદ વિસ્તારમાં જ છુપાયો છે. સાણંદ-કડી રોડ પર વોચ ગોઠવીને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

કોણ છે આરોપી?
નામ: શેખર યાદવ (ઉંમર 32 વર્ષ) વતન: બિહાર વ્યવસાય: સાણંદના નિધરાડ પાસેની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો.

આરોપીની કબૂલાત અને સોંપણી
પ્રાથમિક પૂછપરછમાં આરોપી શેખર યાદવે પોતે મુખ્યમંત્રીને ધમકીભર્યો ફોન કર્યો હોવાની કબૂલાત કરી છે. સાણંદ પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.