Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંક હેક કેસમાં મોટો ખુલાસો: 7 કરોડની છેતરપિંડી, 4 આરોપી ઝડપાયા

વનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંકની કોર બેન્કિંગ સિસ્ટમ હેક કરી એક જ રાતમાં આશરે રૂ. 7 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સપી, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગુજરાતના માર્ગદર્શન હેઠળ થયેલી તપાસમાં સામે આવ્યું છે
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Apr 2026 01:58 PM IST
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંક હેક કેસમાં મોટો ખુલાસો: 7 કરોડની છેતરપિંડી, 4 આરોપી ઝડપાયાભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંક હેક કેસમાં મોટો ખુલાસો: 7 કરોડની છેતરપિંડી, 4 આરોપી ઝડપાયા

ભાવનગર: રાજ્યમાં સાઇબર ક્રાઇમનો મોટો કેસ સામે આવ્યો છે, જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંકની કોર બેન્કિંગ સિસ્ટમ હેક કરી એક જ રાતમાં આશરે રૂ. 7 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

એસપી, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગુજરાતના માર્ગદર્શન હેઠળ થયેલી તપાસમાં સામે આવ્યું છે કે હેકર્સે બેંકના સર્વર સાથે ચેડાં કરીને ખાતાધારકોના મોબાઈલ નંબર બદલી નાખ્યા હતા અને ત્યારબાદ ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યા હતા.

તપાસ દરમિયાન સાઇબર ક્રાઇમ ટીમે ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં અમદાવાદના સુશીલ વેગડાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુંબઈમાંથી કિશોર નામના આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં રૂ. 2 કરોડથી વધુ રકમ ફ્રીઝ કરી છે અને બાકીની રકમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં બેંકની કોર બેન્કિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામીનો પણ પર્દાફાશ થયો છે, જેના કારણે હેકર્સે સરળતાથી ઘુસણખોરી કરી હોવાનું મનાય છે. પોલીસ દ્વારા સમગ્ર રેકેટ અંગે વધુ તપાસ ચાલુ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.