Get News Alerts

Never miss breaking news updates.

ઓપરેશન મ્યુલ હન્ટ’માં મોટું ખુલાસો: 53.55 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 10 આરોપીઓ ઝડપાયા

વિવિધ રાજ્યોમાં કુલ 132 સાયબર ફરિયાદોમાં સંડોવણી રાખી અંદાજે ₹53.55 કરોડનો ફ્રોડ આચર્યો હતો. આરોપીઓ 197 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર નાણાંની હેરફેર કરતા હતા, જેમાંથી કેટલાક ખાતાધારકો પણ ગેંગ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 May 2026 03:15 PM IST
ઓપરેશન મ્યુલ હન્ટ’માં મોટું ખુલાસો: 53.55 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 10 આરોપીઓ ઝડપાયાઓપરેશન મ્યુલ હન્ટ’માં મોટું ખુલાસો: 53.55 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, 10 આરોપીઓ ઝડપાયા

અમદાવાદ/આણંદ: સાયબર ક્રાઇમ સેલ દ્વારા આંતરરાજ્ય સ્તરે કાર્યરત મોટા નાણાકીય ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની મદદથી ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત 10 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગે વિવિધ રાજ્યોમાં કુલ 132 સાયબર ફરિયાદોમાં સંડોવણી રાખી અંદાજે ₹53.55 કરોડનો ફ્રોડ આચર્યો હતો. આરોપીઓ 197 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર નાણાંની હેરફેર કરતા હતા, જેમાંથી કેટલાક ખાતાધારકો પણ ગેંગ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે.

પ્રાથમિક તપાસમાં આ ગેંગના કેટલાક નાણાકીય વ્યવહારોનો કનેક્શન બાબા સિદ્દીકી મર્ડર કેસ સાથે પણ હોવાનો સંકેત મળ્યો છે, જેને લઈને તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી છે.

સાયબર ક્રાઇમ વિભાગે જણાવ્યું કે આ ગેંગના અન્ય સાગરિતોને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે અને સમગ્ર નેટવર્કને તોડી પાડવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.