Get News Alerts

Never miss breaking news updates.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી રાહત, સરકાર દ્વારા ₹1002 કરોડની સબસિડી રિલીઝ

આ નિર્ણય હેઠળ 2019ની ટેક્સટાઇલ પોલિસી તેમજ 2022ની આત્મનિર્ભર યોજના હેઠળ પેન્ડિંગ રહેલી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો છે. કુલ 4500થી વધુ ફાઈલો ક્લિયર થતાં ઉદ્યોગકારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.
Admin
AdminUpdated on: 02 Apr 2026 01:37 PM IST
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી રાહત, સરકાર દ્વારા ₹1002 કરોડની સબસિડી રિલીઝસુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી રાહત, સરકાર દ્વારા ₹1002 કરોડની સબસિડી રિલીઝ

ફાઈલ ફોટો

સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે સુરતના ટેક્સટાઇલ માર્કેટ અને વિવિંગ ઉદ્યોગને રાહત આપતા સરકાર દ્વારા ₹1002 કરોડની સબસિડી રિલીઝ કરવામાં આવી છે.

આ નિર્ણય હેઠળ 2019ની ટેક્સટાઇલ પોલિસી તેમજ 2022ની આત્મનિર્ભર યોજના હેઠળ પેન્ડિંગ રહેલી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો છે. કુલ 4500થી વધુ ફાઈલો ક્લિયર થતાં ઉદ્યોગકારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

 સરકાર સમક્ષ લાંબા સમયથી આ મુદ્દે રજુઆતો કરવામાં આવી રહી હતી. અંતે સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવતા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી છે.

તાજેતરમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે સુરતના કાપડ ઉદ્યોગના નિકાસ ઓર્ડરોમાં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે વિવિંગ સેક્ટર મંદીની અસર હેઠળ આવી ગયો હતો. આવી સ્થિતિમાં સરકારની આ સબસિડી ઉદ્યોગને ફરી ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પગલાંને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ઉર્જા મળશે અને આવનારા સમયમાં વેપાર ફરી મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.