Get News Alerts

Never miss breaking news updates.

AAP વિરુદ્ધ મોટું ષડયંત્ર? ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સનસનીખેજ ખુલાસો

ગોપાલ ઈટાલિયાએ સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કે તેમને કહ્યુ છે. કે આપનો ઉમેદવાર ચૂંટણીના લડી શકે તે માટે તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા કાવતરા રચી રહ્યા છે. તેમને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ પણ ઉઠાવ્યા હતા. જો ભાજપના લોકો આવી અરજી કરતા તરત જ ચૂંટણી પંચ અસામાન્ય રીતે કામે લાગી જાય છે. જે લોકશાહી માટે ચિતાનો વિષય છે.
Admin
AdminUpdated on: 08 Apr 2026 04:24 PM IST
AAP વિરુદ્ધ મોટું ષડયંત્ર? ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સનસનીખેજ ખુલાસોAAP વિરુદ્ધ મોટું ષડયંત્ર? ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સનસનીખેજ ખુલાસો

જૂનાગઢ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ઇટાલિયાએ દાવો કર્યો છે કે AAP ના ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવા માટે નિમ્ન સ્તરનું રાજકારણ ખેલાઈ રહ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ તારીખ વોટ આપવાની તારીખ નજીક આવતી જાય છે. તેમ તેમ દરેક પાર્ટીઓ પોતાની પાર્ટી જીત માટે મહેનત કરી રહી છે. તેવામાં ગોપાલ ઈટાલિયા ભાજપ ઉપર એક ગંભીર આરોપ મુકવામાં આવ્યો હતો. કે તેમને કહ્યુ હતુ કે અમારા ઉમેદવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના લડી શકે એટલા માટે ભાજપના કેટલાક લોકો તેમનુ નામ મતદાન યાદીમાંથી કાઢી નાખવાની પ્લાન કરી રહ્યા છે.

વધુ જણાવતા કહ્મુયુ કે મુખ્ય આરોપો અને ખુલાસો: ઉમેદવારનું નામ હટાવવાનો પ્રયાસ: ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, વિસાવદર તાલુકાની નાની મોણપરી તાલુકા પંચાયત સીટના AAP ઉમેદવારનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ગઈકાલે ગુપ્ત રીતે અરજી કરવામાં આવી છે.

તેમણે સીધો પ્રહાર કરતા કહ્યું કે, "અમારા ઉમેદવારનું પત્તું કાપવા માટે આ અરજી ભાજપે જ કરી હશે. એક તરફ અમે ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા છીએ, તો બીજી તરફ સત્તાધારી પક્ષ અમારા ઉમેદવારોનું અસ્તિત્વ જ ભૂંસવા મથી રહ્યો છે."

ચૂંટણી પંચની કામગીરી પર સવાલ: ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે ભાજપના લોકો આવી અરજી કરે છે, ત્યારે ચૂંટણી પંચ પણ અસામાન્ય ઝડપથી કામે લાગી જાય છે, જે લોકશાહી માટે ચિંતાનો વિષય છે.

ઉમેદવારોને ખાસ અપીલ:આ ઘટનાને ગંભીરતાથી લેતા ગોપાલ ઇટાલિયાએ તમામ AAP ઉમેદવારોને સતર્ક રહેવા સૂચના આપી છે. તેમણે અપીલ કરી છે કે:

"દરેક ઉમેદવારે દર બે કલાકે મતદાર યાદીમાં પોતાનું નામ ચેક કરતા રહેવું જોઈએ, જેથી કોઈ ષડયંત્રનો ભોગ ન બનાય."

નિમ્ન સ્તરનું રાજકારણ: તેમણે અંતમાં સવાલ ઉઠાવ્યો હતો કે, શું માત્ર એક તાલુકા કક્ષાની ચૂંટણી જીતવા માટે ભાજપે આટલા નિમ્ન સ્તરે ઉતરી જવું જોઈએ? આ પ્રકારના હથકંડા બતાવે છે કે ભાજપ અત્યારે AAP ના વધતા પ્રભાવથી ડરી ગયું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.