ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિ: DRDO અને વાયુસેનાએ 'TARA' ગ્લાઈડ વેપનનું સફળ પરીક્ષણ કર્યું



ફાઈલ ફોટો
ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિ: DRDO અને વાયુસેનાએ 'TARA' ગ્લાઈડ વેપનનું સફળ પરીક્ષણ કર્યું



ફાઈલ ફોટો
નવી દિલ્હી: ભારતની સંરક્ષણ તાકાતમાં વધુ એક શક્તિશાળી હથિયારનો ઉમેરો થયો છે. DRDO અને ભારતીય વાયુસેના (IAF) એ મળીને 7 મે, 2026 ના રોજ ઓડિશાના દરિયાકાંઠે 'ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન' (TARA) હથિયારનું પ્રથમ સફળ ફ્લાઇટ-ટ્રાયલ પૂર્ણ કર્યું છે.
શું છે TARA વેપન સિસ્ટમ?
સ્વદેશી ટેકનોલોજી: TARA એ ભારતની પ્રથમ સ્વદેશી ગ્લાઈડ વેપન સિસ્ટમ છે.
સચોટ નિશાન: આ એક મોડ્યુલર રેન્જ એક્સ્ટેંશન કિટ છે, જે સાદા (unguided) વોરહેડ્સને અત્યંત સચોટ અને ચોકસાઈપૂર્વક પ્રહાર કરતા હથિયારમાં ફેરવી શકે છે.
ઓછો ખર્ચ, વધુ તાકાત: આ સિસ્ટમ ઓછી કિંમતે જમીન પરના દુશ્મન ટાર્ગેટને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.
કોણે તૈયાર કર્યું આ હથિયાર?
આ હથિયાર હૈદરાબાદ સ્થિત રિસર્ચ સેન્ટર ઈમારત (RCI) અને અન્ય DRDO લેબોરેટરીઓ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે.
તેના ઉત્પાદન માટે ભારતીય ઉદ્યોગો અને 'ડેવલપમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર્સ' (DcPP) ને સાથે રાખવામાં આવ્યા છે, જેમણે મેન્યુફેક્ચરિંગનું કામ પણ શરૂ કરી દીધું છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન
આ સફળતા બદલ રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDO, વાયુસેના અને ઉદ્યોગ જગતની ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે આ પરીક્ષણને ભારતના સ્વદેશી સંરક્ષણ સામર્થ્યને વધારવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું. આ ઉપરાંત DRDO ના ચેરમેન ડો. સમીર વી. કામતે પણ ટીમને આ સિદ્ધિ બદલ બિરદાવી હતી.




