સીદસરમાં ગેરકાયદે મદરેસા પર પોલીસની રેડ, મૌલાનાની ધરપકડ

ભાવનગર જિલ્લાના સીદસર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા હોવાનું કહેવાતા એક મદરેસા પર ભાવનગર ગ્રામ્ય પોલીસે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરતાં એક મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ચોક્કસ બાતમીના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
Growth Now News
Growth Now News
સીદસરમાં ગેરકાયદે મદરેસા પર પોલીસની રેડ, મૌલાનાની ધરપકડસીદસરમાં ગેરકાયદે મદરેસા પર પોલીસની રેડ, મૌલાનાની ધરપકડ

ભાવનગર જિલ્લાના સીદસર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા હોવાનું કહેવાતા એક મદરેસા પર ભાવનગર ગ્રામ્ય પોલીસે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરતાં એક મૌલાનાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ચોક્કસ બાતમીના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી ઉર્દુ અને અરબી ભાષામાં લખાયેલું સાહિત્ય મળી આવ્યું હોવાનું જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં આ સાહિત્યમાં અન્ય ધર્મ અંગે વાંધાજનક લખાણ તેમજ સામાજિક વૈમનસ્ય ફેલાય તેવી સામગ્રી હોવાનો પોલીસનો દાવો છે. આ ઉપરાંત, મદરેસામાં અભ્યાસ કરતા બાળકોની કેટલીક પુસ્તકોમાંથી પણ વાંધાજનક લખાણ મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ મામલે મૂળ પાલનપુર જિલ્લાના બાદરગઢના અને ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ધાર્મિક શિક્ષણ મેળવેલા 26 વર્ષીય મહમદ સફિક અબ્બાસભાઈ મહેડિયાની અટકાયત બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ દરમિયાન મદરેસાની કામગીરી, બાળકોને આપવામાં આવતા શિક્ષણ, તેમજ આર્થિક સહાયના સ્ત્રોત અંગે તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું છે કે જપ્ત કરાયેલા સાહિત્યની ભાષા ઉર્દુ અને અરબી હોવાથી તેના અભ્યાસ માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. સાથે જ, મદરેસા કોણ ચલાવતું હતું, તેમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે અને આર્થિક સહાય ક્યાંથી મળતી હતી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે એએસપી ઘનશ્યામ ગૌતમે જણાવ્યું કે પોલીસે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકતો સામે આવશે.