Get News Alerts

Never miss breaking news updates.

બાપુનગરમાં ઓફિસમાં ઘૂસી 8 શખ્સોનો હુમલો, ફરિયાદી જ નીકળ્યો વોન્ટેડ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જૂની અદાવતને કારણે 8 જેટલા શખ્સોએ એક ઓફિસમાં ઘૂસીને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Apr 2026 02:59 PM IST
બાપુનગરમાં ઓફિસમાં ઘૂસી 8 શખ્સોનો હુમલો, ફરિયાદી જ નીકળ્યો વોન્ટેડબાપુનગરમાં ઓફિસમાં ઘૂસી 8 શખ્સોનો હુમલો, ફરિયાદી જ નીકળ્યો વોન્ટેડ

AI Image

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જૂની અદાવતને કારણે 8 જેટલા શખ્સોએ એક ઓફિસમાં ઘૂસીને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

માહિતી અનુસાર, ફરિયાદી મલખાન સિંહ ચૌહાણની ઓફિસમાં રાહુલ મરાઠી, પ્રમોદ મરાઠી સહિત કુલ 8 આરોપીઓ ઘૂસી આવ્યા હતા અને લાકડીઓ તેમજ અન્ય ઘાતક હથિયારો વડે બેફામ માર માર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શહેરકોટડા વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીની અદાવતને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.

આ કેસમાં તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જે યુવક પર હુમલો થયો છે, તે મલખાન સિંહ ચૌહાણ પોતે જ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. તેણે પોતાની ફરિયાદ પોસ્ટ મારફતે પોલીસને મોકલી હતી.

હાલ બાપુનગર અને શહેરકોટડા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે. નોંધનીય છે કે હુમલાખોરો તેમજ હુમલાનો ભોગ બનેલો ફરિયાદી બંને હાલમાં ફરાર છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભરેલી ઓફિસમાં આ રીતે ઘૂસીને કરવામાં આવેલ હુમલાએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.