Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં 50 લાખની લૂંટ પાછળ બેંકની મોટી ચૂક, એલાર્મ ઓપરેટ કરવું પણ ન આવડ્યું

સુરતમાં થોડા દિવસ પહેલા બેંકમાં કેટલાક લુંટારૂઓ 50 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પણ તેની સામે એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં બેંકના કર્મચારીઓને ખબર નથી કે એલાર્મ બટન કેવી રીતે ઉપયોગ કરવામાં આવે તેના કારણે લૂંટારુઓ બેંક લૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને 8 ટીમો બનાવી છે. અને આસપાસના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 Apr 2026 12:58 PM IST
સુરતમાં 50 લાખની લૂંટ પાછળ બેંકની મોટી ચૂક, એલાર્મ ઓપરેટ કરવું પણ ન આવડ્યુંસુરતમાં 50 લાખની લૂંટ પાછળ બેંકની મોટી ચૂક, એલાર્મ ઓપરેટ કરવું પણ ન આવડ્યું

સુરત સુરતમાં થોડા દિવસ પહેલા થયેલી 50 લાખ રૂપિયાની બેંક લૂંટના બનાવમાં હવે ગંભીર બેદરકારી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, લૂંટ દરમિયાન બેંકના કર્મચારીઓએ એલાર્મ બટન ત્રણ વખત દબાવ્યું હતું, છતાં એલાર્મ સિસ્ટમ સક્રિય થઈ નહોતી. મહત્વની વાત એ છે કે કર્મચારીઓને એલાર્મ કેવી રીતે ઓપરેટ કરવું તેની પૂરતી જાણકારી નહોતી.

આ બેદરકારીના કારણે લૂંટારૂઓ ધોળા દિવસે બેંકમાંથી અંદાજે 50 લાખ રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા હતા. તેઓ જતા સમયે કર્મચારીઓના મોબાઈલ ફોન પણ લઈને ભાગી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસે 8થી વધુ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.