Banaskantha : અંબાજી બનશે પ્લાસ્ટિક મુક, વેપારીઓ પાસેથી 125 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

Banaskantha ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યા બાદ વિવિધ ટીમો બનાવીને પ્લાસ્ટિક સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Growth Now News
Growth Now News
BanaskanthaBanaskantha

Banaskantha

Banaskantha : આ અભિયાનના ભાગરૂપે મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સહિત GISFના જવાનો દ્વારા વિવિધ દુકાનોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનોમાંથી પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન 125 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

ભાદરવી પૂનમનો મેળો બનશે પ્લાસ્ટિક મુકત
તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પ્લાસ્ટિકની થેલીઓનો એટલો મોટો જથ્થો મળી આવ્યો હતો કે તેને કન્ટેનરમાં ભરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક ટ્રેક્ટરની ટ્રોલી ભરાય તેટલી પ્લાસ્ટિકની થેલીઓ પણ કબજે કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. માત્ર દુકાનદારો સામે જ નહીં, પરંતુ યાત્રિકોમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્લાસ્ટિકની થેલીઓ લઈને મંદિર તરફ જતા યાત્રિકોને અટકાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ ખાલી કરાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં પ્લાસ્ટિકની થેલી લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

અંબાજી મંદિરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ
આગામી સમયમાં અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મેળાને પ્લાસ્ટિક મુક્ત થીમ સાથે યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં યાત્રિકો મેળામાં આવતા હોવાથી પ્લાસ્ટિકના ઉપયોગને કારણે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અત્યારથી જ તંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિક કલેક્ટર દ્વારા વિવિધ ટીમો બનાવીને અંબાજીના અલગ-અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક અંગે તપાસ કરવામાં આવશે. જ્યાંથી પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ મળી આવશે ત્યાં જવાબદાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા અંબાજીના તમામ વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ દુકાનોમાં પ્લાસ્ટિકની થેલીઓનો સંગ્રહ કે વેચાણ ન કરે અને તેના બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પોનો ઉપયોગ કરે. અંબાજીને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ બનાવવાના પ્રયાસરૂપે શરૂ થયેલા આ અભિયાનથી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહેવાની સાથે પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.