જામનગરના બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનનો 63મા વર્ષમાં મંગલ પ્રવેશ, ભક્તિમય માહોલ સર્જાયો

જામનગરના છોટા કાશી તરીકે જાણીતા બાલા હનુમાન મંદિરે આજે એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની છે. વર્ષ 1964થી સતત ચાલી રહેલી અખંડ રામધૂને 62 વર્ષ પૂર્ણ કરીને 63મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
Growth Now News
Growth Now News
જામનગરના બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનનો 63મા વર્ષમાં મંગલ પ્રવેશ, ભક્તિમય માહોલ સર્જાયોજામનગરના બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનનો 63મા વર્ષમાં મંગલ પ્રવેશ, ભક્તિમય માહોલ સર્જાયો

જામનગરના છોટા કાશી તરીકે જાણીતા બાલા હનુમાન મંદિરે આજે એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની છે. વર્ષ 1964થી સતત ચાલી રહેલી અખંડ રામધૂને 62 વર્ષ પૂર્ણ કરીને 63મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

બાલા હનુમાન મંદિર ખાતે શરૂ થયેલી આ અખંડ રામધૂનનો પ્રારંભ 1 ઓગસ્ટ 1964ના રોજ પ્રેમભિક્ષુક મહારાજ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારથી આજદિન સુધી "શ્રી રામ, જય રામ, જય જય રામ"નો અવિરત નાદ સતત ગુંજી રહ્યો છે. આ અનોખી ભક્તિ પરંપરાને વિશ્વ રેકોર્ડનો પણ ગૌરવ પ્રાપ્ત થયું છે, જેના કારણે જામનગરને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી છે.

અખંડ રામધૂનના 63મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે મંદિર ખાતે વિશેષ પૂજન, ભજન, કીર્તન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે યોજાનારી ભવ્ય મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી અપેક્ષા છે.

આ પાવન અવસરે સમગ્ર બાલા હનુમાન મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. દેશ-વિદેશમાંથી આવતા ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અખંડ રામધૂનની આ અનોખી પરંપરા આજે પણ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનું પ્રતિક બનીને યથાવત છે.