Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત, નશામાં કારચાલકે 5 વાહનોને અડફેટે લીધા

પ્રાથમિક માહિતી મુજબ, કારચાલક નશાની હાલતમાં હતો અને તેણે 100 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન ચલાવ્યું હોવાનો પ્રત્યક્ષદರ್ಶીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ડિવાઈડર તોડીને સામેના માર્ગે જઈને અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 May 2026 06:00 PM IST
રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત, નશામાં કારચાલકે 5 વાહનોને અડફેટે લીધારાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત, નશામાં કારચાલકે 5 વાહનોને અડફેટે લીધા

રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગ રોડ BRTS રૂટ પર આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક લક્ઝરી કારચાલકે અચાનક કાબૂ ગુમાવી દેતા એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, કારચાલક નશાની હાલતમાં હતો અને તેણે 100 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે વાહન ચલાવ્યું હોવાનો પ્રત્યક્ષદರ್ಶીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ડિવાઈડર તોડીને સામેના માર્ગે જઈને અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી.

આ ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાનું સામે આવ્યું છે, જેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. અન્ય વાહનચાલકો પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, લક્ઝરી કાર બેફામ રીતે દોડાવવામાં આવી રહી હતી અને અચાનક આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. કારચાલક સામે નશામાં ડ્રાઈવિંગ અને બેદરકારીથી અકસ્માત સર્જવાના આરોપ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.