6 એપ્રિલે ભાજપ સ્થાપના દિવસ: રાષ્ટ્રવાદી ચેતનાનો સંદેશ આપ્યો



6 એપ્રિલે ભાજપ સ્થાપના દિવસ: રાષ્ટ્રવાદી ચેતનાનો સંદેશ આપ્યો



ગાંધીનગર :આજે 6 એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે દેશભરના કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ દિવસને માત્ર પક્ષનો નહીં પરંતુ રાષ્ટ્રવાદી ચેતનાનો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે પાર્ટી ‘હમ દો, હમારે દો’ના સૂત્ર સાથે સીમિત હતી, પરંતુ આજે લાખો કાર્યકર્તાઓના ત્યાગ, સમર્પણ અને બલિદાનના કારણે ભાજપ દેશની સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવી છે.
ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવેલા સંકલ્પો આજે પૂર્ણ થતા દેખાઈ રહ્યા છે. કલમ 370નો અંત, નક્સલવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી અને સમાન નાગરિક સંહિતા (UCC) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે.
પાર્ટીનું માનવું છે કે ભાજપમાં કુટુંબવાદ કે વંશવાદને સ્થાન નથી, પરંતુ સંગઠનપ્રધાન કાર્યશૈલીને પ્રાથમિકતા આપવામાં આવે છે. “જીવન જ સંગઠન છે” એ ભાવનાને લઈને કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે.
આ તરફ, સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ તેજ બની ગઈ છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે અને ટૂંક સમયમાં ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. તેમાં ઉમેદવારોના નામો પર ચર્ચા કરી યાદી જાહેર કરવામાં આવશે.




