Get News Alerts

Never miss breaking news updates.

ભાજપ ચૂંટણી સમિતિની બેઠક તેજ: ઉમેદવારોની પસંદગી પર મેરેથોન ચર્ચા

સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ કોઈપણ પ્રકારની કસર છોડવા માંગતી નથી તેને લઈને ભાજપના દરેક શહેરની ઓફિસ મોડી રાત્ર સુધી ધમધમતુ રહે છે. ભાજપના નેતા હોય કે સામાન્ય કાર્યકરો તે દિવસ રાત્ર મહેનત કરી રહ્યા છે. જેના લઈને ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.
Admin
AdminUpdated on: 08 Apr 2026 04:47 PM IST
ભાજપ ચૂંટણી સમિતિની બેઠક તેજ: ઉમેદવારોની પસંદગી પર મેરેથોન ચર્ચાભાજપ ચૂંટણી સમિતિની બેઠક તેજ: ઉમેદવારોની પસંદગી પર મેરેથોન ચર્ચા

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકરણ ગરમી વધી રહી છે. ખાસ કરીને ભાજપ કોઈપણ પ્રકારની કાચ કસર છોડવા માગતા નથી. ભાજપના નેતા હોય કે સામાન્ય કાર્યકર્તાઓ તે દરેક વખતે પોતાની પાર્ટી જીતાડવા માટે રાત દિવસ એક કરવા તૈયારી  બતાવી છે. તેવામાં ભાજપ તરકથી  સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની છે. ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં વિવિધ જિલ્લાઓના ઉમેદવારો અંગે સઘન ચર્ચા ચાલી રહી છે. તેના કારણે મોડી રાત્ર સુધી ભાજપનું કાર્યલય ધમધમતુ હોય છે. 

ગઈકાલે સમિતિએ છ જિલ્લાઓ અંગે ચર્ચા કરી હતી, જ્યારે આજે સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, જામનગર અને અમરેલી જિલ્લાઓના ઉમેદવારોની પસંદગી પર વિગતવાર વિચારણા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉમેદવારોના નામોને લઈને ચર્ચા મોડી રાત સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

પાર્ટીના આંતરિક સૂત્રો મુજબ, આજે મોડી રાત્ર સુધીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સિંગલ નામો પર સહમતિ થઈ શકે છે અને તેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી શકે છે. આ બેઠકનો અંતિમ તબક્કો આવતીકાલે યોજાશે, જેમાં રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓ સહિત બાકી રહેલા ઉમેદવારોની આખરી યાદી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નિર્ધારિત કરવામાં આવી છે. તેથી ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.