સુરતમાં નકલી નોટોમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ વિરુદ્ધ આર્યુર્વેદિક ડોક્ટરોનો રોષ



સુરતમાં નકલી નોટોમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ વિરુદ્ધ આર્યુર્વેદિક ડોક્ટરોનો રોષ



સુરતમાં નકલી નોટોમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ વિરુદ્ધ આર્યુર્વેદિક ડોક્ટરોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેના કારણે સુરતના આર્યુર્વેદિક ડોક્ટરોએ ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીની ઓફિસે પહોંચ્યા હતા. જ્યારે યોગ બાબા પ્રદિપ અને આવા અન્ય લોકો જે ડિગ્રી વગર લોકોની આયુર્વેદિક સારવાર કરતા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
સુરતમાં થોડા દિવસ પહેલા નકલી નોટો સાથે પકડાયેલા પ્રદીપ બાબા જે સુરતમાં તેમનો એક આશ્રમ પણ આવેલો છે. જ્યારે તેવો ડિગ્રી વગર લોકોની આર્યુવેદિક સારવાર કરતા હોય છે. આ સમગ્ર માહિતી ત્યારે બહાર આવી જ્યારે તેવો નકલી નોટોમાં બદલતા પકડાયા હતા. ત્યારે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારે સુરતમાં આવેલા અન્ય ડોક્ટરો જે આર્યુર્વેદિક ડોક્ટરો છે. તે પ્રદિપ સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
તેના કારણે આજે સુરતના ડોક્ટરોએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની મુલાકાત કરવા માટે ગયા હતા. અને પ્રદીપ બાબા સામે કડકમાં કડક સજા થાય તેવી અપીલ કરવામાં આવી હતી. સુરત અને ગુજરાતમાં આવેલા આવા નકલી આયુર્વેદિક ડોક્ટરો જે સોશિયલ મીડિયાથી શીખેલા ડોક્ટરોની તપાસ થાય અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
વધુ જણાવતા કહ્યુ હતુ કે ડોક્ટરોએ આવા ઠોગી બાબા જેમના જોડી ડિગ્રી નથી તેવા લોકોથી આયુર્વેદિક જ્ઞાન બદનામ થાય છે. જેને લઈને આવા ઢોંગી બાબાના પકડવામાં આવેને જેલના સડિયા પાછળ ધકેલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.




