Get News Alerts

Never miss breaking news updates.

સુરતના રાંદેરમાં ઓવરટેક મુદ્દા પર મોપેડ ચાલક પર 5 લોકોએ ચપ્પુથી હુમલો કર્યો

સુરતમાં રાંદેર વિસ્તારમાં કાલે મોડી રાત્રે મોપેડ ચાલકે ઓવર ટેક કરવાની સામાન્ય બાબત પર 5 લોકોએ તેના ઉપર હુમલો કર્યો હતો તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેના કારણે સારવાર ખાતે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ વાતની ગંભીરતા લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી 5 લોકો સામે ગુનો નોંધી તેમની શોધખોળ ચાલુ કરી દીધી છે.
Admin
AdminUpdated on: 06 Apr 2026 12:46 PM IST
સુરતના રાંદેરમાં ઓવરટેક મુદ્દા પર મોપેડ ચાલક પર 5 લોકોએ ચપ્પુથી હુમલો કર્યોસુરતના રાંદેરમાં ઓવરટેક મુદ્દા પર મોપેડ ચાલક પર 5 લોકોએ ચપ્પુથી હુમલો કર્યો

AI Image

સુરત : સુરતમાં રાંદેર વિસ્તારમાં અસમાજીક તત્ત્વો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. એક સામાન્ય બાબત ઉપર 5 જેટલા લોકોએ એક યુવકને ચપ્પુના ઘા ઝીક્યા હતા. આ ઘટનાથી યુવકને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર ખાતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે પોલીસને  જાણ કરવામાં આવી અને તેઓએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના  રાંદેર વિસ્તારમાં કાલે મોડી રાત્રે લોહિયાળ ઘટના બની હતી. જેમાં મેપોડ  ચાલક પોતાના વાહન પર જઈ રહ્યો હતો. ત્યારે તેના જોડે 5 અસમાજીત તત્ત્વો આવીને ઉભા રહ્યા હતા. તેને કહેવા લાગ્યા હતા. કે તે મારુ વાહન ઓવર ટેક કેમ કરીને જેવી સામાન્ય બાબત પર તેની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. તેવામાં પ લોકોમાંથી એક જણાએ ગુસ્સામાં આવીને મોપેડ ચાલકને ચપ્પાનો ઘા ઝીક્યા હતા. તેના કારણે મોપેડ ચાલકને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. તેની આ બનાવ બનતા આસપાસના લોકો તેને મદદ માટે દોડી આવ્યા હતા. અને હુમલાખોરો ઘટના સ્થળ પરથી ભાગી ગયા હતા. ત્યારે 108 મારફતે નજીકના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મેપોડ ચાલકના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી.

રાંદેર વિસ્તારમાં મોપેડ ચાલકે ખાલી ઓવર ટેક કરવાની બાબત ઉપર 5 લોકોએ મેપોડ ચાલકને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે આ વાતની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને 5 લોકો સામે ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.