Get News Alerts

Never miss breaking news updates.

અરવલ્લીના માલપુરમાં પવન સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન

Aravalli Rain: અરવલ્લી જિલ્લાના માલપુરમાં સાંજના સમયે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં જ માલપુર બસ સ્ટેશન સામે પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Admin
AdminUpdated on: 06 Jul 2026 08:03 PM IST
અરવલ્લીના માલપુરમાં પવન સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાનઅરવલ્લીના માલપુરમાં પવન સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન

Aravalli Rain: અરવલ્લી જિલ્લાના માલપુરમાં સાંજના સમયે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં જ માલપુર બસ સ્ટેશન સામે પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સામાન્ય વરસાદમાં જ માર્ગ પર પાણી ભરાઈ જતાં આસપાસના વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પાણીના યોગ્ય નિકાલના અભાવે વેપારીઓમાં સ્થાનિક તંત્ર સામે નારાજગી જોવા મળી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવવાની સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્રના પ્રિ-મોન્સૂન આયોજનની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.