અરવલ્લીના બાયડ-દહેગામનો જોડતો ડાભા ગામ પાસેનો બ્રિજ 60 દિવસ બંધ, કલેક્ટરનું જાહેરનામું



અરવલ્લીના બાયડ-દહેગામનો જોડતો ડાભા ગામ પાસેનો બ્રિજ 60 દિવસ બંધ, કલેક્ટરનું જાહેરનામું



Aravalli News: અરવલ્લીના બાયડ–દહેગામ રોડ પર ડાભા ગામ પાસે વાત્રક નદી પર આવેલો ડાભા બ્રિજ તંત્ર દ્વારા 60 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજનું ટેક્નિકલ ઇન્સ્પેકશન દરમિયાન તેની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, બ્રિજની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી બ્રિજ પર તમામ પ્રકારની અવરજવર બંધ કરવાનો આદેશ કર્યો છે. આ જાહેરનામું આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, બાયડ–દહેગામ માર્ગ પર આવેલો આ બ્રિજ રોજિંદા હજારો નાના-મોટા તેમજ ભારે વાહનોની અવરજવર માટે મહત્વનો માર્ગ છે. બ્રિજ બંધ થતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. તંત્ર દ્વારા લોકોને જાહેરનામાનું પાલન કરવા અને સલામતીના હિતમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.




