Get News Alerts

Never miss breaking news updates.

યુવા ઉમેદવારે ‘ક્રાઉડ ફંડિગ’ માટે 1 રૂપિયો માગ્યો, લોકોએ 13,000 ભેગા કરી આપ્યા

Gujarat Local Body Elections: આણંદ નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં વોર્ડ નં. 13માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે હર્ષિલ દવે (લંડનવાળા)એ અનોખી રીત અપનાવી છે. તેઓ ‘ક્રાઉડ ફન્ડિંગ’ના માધ્યમથી ચૂંટણી લડવા માટે ચર્ચામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 11 Apr 2026 11:31 PM IST
યુવા ઉમેદવારે ‘ક્રાઉડ ફંડિગ’ માટે 1 રૂપિયો માગ્યો, લોકોએ 13,000 ભેગા કરી આપ્યાયુવા ઉમેદવારે ‘ક્રાઉડ ફંડિગ’ માટે 1 રૂપિયો માગ્યો, લોકોએ 13,000 ભેગા કરી આપ્યા

Gujarat Local Body Elections: આણંદ નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં વોર્ડ નં. 13માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે હર્ષિલ દવે (લંડનવાળા)એ અનોખી રીત અપનાવી છે. તેઓ ‘ક્રાઉડ ફન્ડિંગ’ના માધ્યમથી ચૂંટણી લડવા માટે ચર્ચામાં આવ્યા છે.

ઉમેદવારી ફોર્મ ભરવા માટે જરૂરી ₹3000ની ફી એકત્ર કરવા હર્ષિલ દવે સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચ્યા હતા. તેમણે જનતા પાસે માત્ર ‘₹1 અને આશીર્વાદ’ની અપીલ કરી હતી. આ અનોખી અપીલને લોકો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.

જો કે, જરૂરિયાત માત્ર ₹3000ની હતી, પરંતુ લોકોએ ઉત્સાહપૂર્વક સહભાગિતા દર્શાવી અને ₹13,000થી વધુની રકમ ફાળાના સ્વરૂપે એકત્ર થઈ હતી. આથી હર્ષિલ દવેનો પ્રયાસ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.

આણંદના આ યુવા ઉમેદવારની ક્રાઉડ ફન્ડિંગ પદ્ધતિ રાજકીય વર્તુળોમાં પણ ધ્યાન આકર્ષી રહી છે. સામાન્ય જનતાની સીધી ભાગીદારી દ્વારા ચૂંટણી લડવાનો આ પ્રયત્ન પારદર્શિતા અને લોકસહભાગિતાનો સંદેશ આપે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકસભાની ચૂંટણી દરમિયાન બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે પણ ક્રાઉડ ફન્ડિંગના માધ્યમથી ચૂંટણી લડી હતી અને સફળતા મેળવી હતી. હર્ષિલ દવેનો આ પ્રયાસ તે જ દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.