આણંદના વિદ્યાનગરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા, 7 રૂપલલનાઓ ઝડપાઈ



ફાઇલ તસવીર
આણંદના વિદ્યાનગરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા, 7 રૂપલલનાઓ ઝડપાઈ



ફાઇલ તસવીર
આણંદઃ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણના કેન્દ્ર તરીકે ઓળખાતા વિદ્યાનગરમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પર્દાફાશ થતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, વિદ્યાનગર વિસ્તારમાં આવેલ ‘રોઝ ફેમિલી સ્પા સેન્ટર’ પર SOG પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. આ સ્પા સેન્ટર એસપી યુનિવર્સિટી નજીક માત્ર 100 મીટરના અંતરે સ્થિત હોવાનું જાણવા મળ્યું છે.
SOGને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે આશરે 7 યુવતીઓને રાઉન્ડઅપ કરી છે, જેમાં કેટલીક વિદેશી યુવતીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સ્થળ પરથી એક યુવકને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વિદ્યાનગર જેવા શિક્ષણપ્રધાન વિસ્તારમાં ચાલી રહેલી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે SOG પોલીસ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




