Get News Alerts

Never miss breaking news updates.

અમરેલી નગરપાલિકા ચૂંટણીમાં 109 ઉમેદવારો મેદાનમાં, 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં

Amreli Local Body Elections: અમરેલી નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 161 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા, જેમાંથી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 10 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે.
Admin
AdminUpdated on: 15 Apr 2026 07:40 PM IST
અમરેલી નગરપાલિકા ચૂંટણીમાં 109 ઉમેદવારો મેદાનમાં, 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાંઅમરેલી નગરપાલિકા ચૂંટણીમાં 109 ઉમેદવારો મેદાનમાં, 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં

Amreli Local Body Elections: અમરેલી નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 161 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા, જેમાંથી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 10 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના 6 ઉમેદવારોએ અને આપ (આમ આદમી પાર્ટી)ના 4 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે. આમ કુલ 10 ફોર્મ પરત ખેંચાયા છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે કુલ 109 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ સાથે જ નગરપાલિકાની ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જે પક્ષ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે મતદારોને આકર્ષવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ અને વચનો આપવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં મતદાન અને પરિણામોને લઈને રાજકીય માહોલ વધુ જામે તેવી શક્યતા છે.

તો બીજી તરફ, ભાજપના પાયાના પથ્થર સમાન ગણાતા ભરવાડ અગ્રણી ભોળાભાઈ કોંગ્રેસમાં જોડાયા છે. વિજય ચુડાસમા સહિતના કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરીને તેમને આવકાર્યા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સાવરકુંડલા પાલિકાના 36 ઉમેદવારો સાથે જીતની રણનીતિ અંગે બેઠક કરી હતી. સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પ્રચાર પ્રસાર અંગે પ્રતાપ દુધાતે મહત્વનું સૂચન કર્યું હતું.

AUTHOR
Admin

Admin

Author details are not available.