Get News Alerts

Never miss breaking news updates.

પંચાયતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સત્તા, બગસરાના મતદારોનો મિજાજ બદલાયો!

Amreli Bagasara Taluka Panchayat Election Results: અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બગસરા તાલુકા પંચાયતમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે.
Admin
AdminUpdated on: 28 Apr 2026 05:18 PM IST
પંચાયતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સત્તા, બગસરાના મતદારોનો મિજાજ બદલાયો!પંચાયતમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સત્તા, બગસરાના મતદારોનો મિજાજ બદલાયો!

ફાઇલ તસવીર

Amreli Bagasara Taluka Panchayat Election Results: અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બગસરા તાલુકા પંચાયતમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે.

બગસરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠક પર મતગણતરી યોજવામાં આવી હતી. જેમાંથી 10 જેટલી બેઠક પર આમ આદમી પાર્ટીને જીત મળી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 6 બેઠક મળી છે. આમ, પહેલીવાર ગુજરાતના ઇતિહાસમાં આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતમાં એન્ટ્રી મારી છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો પવન જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીએ બાજી મારી છે. આ સિવાય આદિવાસી વિસ્તાર જેવા કે, છોટાઉદેપુર અને દાહોદમાં પણ આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. તો બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ બાજી મારી છે.

સાબરકાંઠા જિલ્લાની પોશીના તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીએ અહીં 10 બેઠક જીતી હતી. જ્યારે ભાજપને ફાળે માત્ર 3 જ સીટ આવી હતી અને કોંગ્રેસે 6 સીટ પર વિજય મેળવ્યો છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.