Get News Alerts

Never miss breaking news updates.

અમરેલી: હાઈવે પર દોડતી ઈકો કારમાં આગ લાગતા બળીને ખાખ થઈ

અમરેલી જિલ્લા ભાવનગ હાઈવે ઉપર એક ઈકો કાર અચનાક આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે ડ્રાઈવરનો સમય સૂચકતા કારની બહાર આવતા તેમને જીવ બચી ગયો હતો. આગ લાગી ત્યારે ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ કેમ લાગી તેની તપાસ હાલ ચાલુ છે. પરંતુ કોઈ પણ પ્રકારની જાનાહની થઈ નથી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 Apr 2026 02:26 PM IST
અમરેલી: હાઈવે પર દોડતી ઈકો કારમાં આગ લાગતા બળીને ખાખ થઈઅમરેલી: હાઈવે પર દોડતી ઈકો કારમાં આગ લાગતા બળીને ખાખ થઈ

અમરેલી  અમરેલી જિલ્લાના ભાવનગર-સોમનાથ હાઈવે પર આજે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. વિકટર ગામ નજીકથી પસાર થઈ રહેલી ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડા જ સમયમાં આગે આખી કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને વાહન બળી ને ખાખ થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.

માહિતી અનુસાર, ઈકો કાર ભાવનગર-સોમનાથ હાઈવે પર મુસાફરી કરી રહી હતી. જ્યારે વાહન વિકટર ગામના પાટિયા નજીક પહોંચ્યું ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિને સમજતા જ ચાલકે સમયસૂચકતા દાખવી ગાડી તાત્કાલિક ઉભી રાખી બહાર નીકળી ગયો હતો. થોડા જ ક્ષણોમાં આગ વિકરાળ બની ગઈ અને આખી કાર લોખંડના ઢાંચામાં ફેરવાઈ ગઈ.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો સ્થળ પર ભેગા થયા હતા અને તાત્કાલિક પોલીસ, 108 ઇમરજન્સી સેવા તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં વાહન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું.

પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ કારના વાયરિંગમાં થયેલ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉનાળાની ઋતુ શરૂ થતાં જ આવી આગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જે વાહનચાલકો માટે ચિંતા જનક છે. હાલ પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.