અમરેલી: જમીનની અદાવતમાં મારામારી, માલિક પર લોખંડથી હુમલો



અમરેલી: જમીનની અદાવતમાં મારામારી, માલિક પર લોખંડથી હુમલો



અમરેલીના ધારી તાલુકાના મીઠાપુર ગામે જમીનને લઈને ગંભીર બનાવ સામે આવ્યો હતો. જમીનના માલિક નરેશ સોલંકી પોતાની જમીન ઉપર અન્ય વ્યક્તિઓ ટેક્ટર ચલાવતા જોયા પછી ત્યાં જઇને તેમને રોકવા પ્રયત્ન કર્યો. તેનું કહેવું હતું કે “મારી જમીન ઉપર કેમ ટેક્ટર ચલાવશો?”
આના પગલે પાંચ શખ્સો ઉશ્કેરાઈ ગયા અને નરેશભાઈ પર લોખંડના કોદાળી વડે હુમલો કર્યો. નરેશભાઈને બચાવવા માટે તેમના મિત્ર સિદ્ધરાજે વચ્ચે આવ્યા હતા ત્યારે તેમની ઉપર પણ હુમલો થયો. હુમલામાં નરેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને 17 ટાંકાઓ આવ્યા હતા, જ્યારે તેમના મિત્ર સિદ્ધરાજને હાથમાં ફ્રેક્ચર થયો હતો.
હુમલા બાદ ત્યા આસપાસ ભેગા થયેલા લોકો તાત્કાલિક નરેશભાઈ અને તેમના મિત્રને નજીકના હોસ્પિટલમાં દાખલ કરાયા. અને 5 હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે હવે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે આ બનાવ જમીનને લઈને અદાવત અને ગમે તે રીતે જમીન પર ટેક્ટર ચલાવવા અંગેના વિવાદનો પરિણામ છે. સ્થાનિક લોકો વચ્ચે પણ આ બનાવ અંગે ચિંતા જોવા મળી રહી છે.




