Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકાના શિવરાજપુર બીચ પર ડોલ્ફિનનું અદ્ભુત દર્શન, પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ

શિવરાજપુર બીચ નજીક દરિયામાં ડોલ્ફિનનું ટોળું કૂદકા મારતું અને રમતું જોવા મળ્યું હતું. આ મનમોહક દ્રશ્યો ત્યાં ફરવા આવેલા સહેલાણીઓએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા. ડોલ્ફિનની રમતો જોઈ પ્રવાસીઓ માટે આ ક્ષણ યાદગાર બની ગઈ હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 25 May 2026 01:43 PM IST
દ્વારકાના શિવરાજપુર બીચ પર ડોલ્ફિનનું અદ્ભુત દર્શન, પ્રવાસીઓમાં ભારે ઉત્સાહદ્વારકાના શિવરાજપુર બીચ પર ડોલ્ફિનનું અદ્ભુત દર્શન, પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ

દ્વારકા :દ્વારકાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચ પરથી કુદરતના અદભુત દ્રશ્યો સામે આવ્યા છે. અરબી સમુદ્રના નીલાં પાણીમાં ડોલ્ફિનના ટોળાએ અઠખેલીઓ કરતાં નજરે પડતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

શિવરાજપુર બીચ નજીક દરિયામાં ડોલ્ફિનનું ટોળું કૂદકા મારતું અને રમતું જોવા મળ્યું હતું. આ મનમોહક દ્રશ્યો ત્યાં ફરવા આવેલા સહેલાણીઓએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યા હતા. ડોલ્ફિનની રમતો જોઈ પ્રવાસીઓ માટે આ ક્ષણ યાદગાર બની ગઈ હતી.

માત્ર શિવરાજપુર બીચ જ નહીં, પરંતુ ઓખાના દરિયામાં પણ ડોલ્ફિનનું ટોળું છેલ્લા કેટલાક સમયથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દરિયામાં ડોલ્ફિનની સતત હાજરીથી એવું માનવામાં આવી રહ્યું છે કે ડોલ્ફિનોએ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોને પોતાનું વસવાટ સ્થળ તરીકે પસંદ કર્યું છે.

હાલ ડોલ્ફિનના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો કુદરતના આ સુંદર નજારાની પ્રશંસા કરી રહ્યા છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.