ઐશ્વર્યા રાય બની કાનની શોસ્ટોપર! વ્હાઇટ પેન્ટ સૂટ સાથે ધમાકેદાર એન્ટ્રી



ઐશ્વર્યા રાય બની કાનની શોસ્ટોપર! વ્હાઇટ પેન્ટ સૂટ સાથે ધમાકેદાર એન્ટ્રી



Aishwarya Rai Cannes 2026 Closing Look: ઐશ્વર્યા રાય બચ્ચન ગોર્જિયસ ડીવા છે. તેમનો દરેક લૂક આ વાત સાબિત કરે છે. બોલિવૂડની એક્ટ્રેસે ભલે કાન 2026ના અંતિમ દિવસોમાં એન્ટ્રી મારી હતી, પરંતુ સૌને આશ્ચર્યચકિત કરવામાં કોઈ કસર છોડી નથી. હવે તેમના નવા લૂકે તહલકો મચાવી દીધો છે. એક્ટ્રેસે આ ઇન્ટરનેશનલ ફેસ્ટિલ પૂર્ણ થવાની સાથે જ લાઇમલાઇટમાં ધૂમ મચાવી દીધી છે.
ઐશ્વર્યાનો આઇકોનિક લૂક
ઐશ્વર્યા રાયે કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ડિઝાઇનર ચેની ચાન કૂચરનો કસ્ટમ વ્હાઇટ પેન્ટસૂટ પહેર્યો હતો. તેમનો આ લૂક જોઈને ફેન્સ ચોંકી ગયા હતા. ઐશ્વર્યા આ આઉટફિટના લેપલ પર સિલ્વર એમ્બિલિશમેન્ટ હતા. જો કે, મોટા મોટા ફેદર્સ તેમના શોલ્ડર અને એલ્બો આસપાસ લગાવવામાં આવ્યા હતા, જેનાથી તેમનો લૂક વધુ ગ્લેમરસ લાગતો હતો.
કાનની ક્લોઝિંગ સેરેમનીમાં ચમકી ઐશ્વર્યા રાય
પાંખ લાગેલા ઓલ વ્હાઇટ આઉટફિટમાં ઐશ્વર્યા પરી જેવી લાગતી હતી. સોશિયલ મીડિયામાં તેમની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. દરેક તેમની સુંદરતા અને અદાઓ પર ફીદા હતું. સ્ટાઇલિસ્ટ મોહિત રાયએ તેમનો લૂક સ્ટાઇલ કર્યો હતો.
ઐશ્વર્યાએ વેવી હેયર અને સ્મોકી આઇ મેકઅપ સાથે લૂકને ફાઇનલ ટચ આપ્યો હતો. કાનની રેડ કાર્પેટ પર કાતિલ-કોન્ફિડન્ટ સ્માઇલ સાથે પોતાનો જાદુ પાથરતી જોવા મળી હતી.




